મહા વગર મહા બનેલું ગુજરાત

મહા વગર મહા બનેલું ગુજરાત,મારું ગુજરાત તારું ગુજરાત , આપણું  ગુજરાત
થેપલાના સ્વાદમાં રહેલું  ગુજરાત ,જીતવાના વાદ માં રહેલું ગુજરાત
રાતે બાર વાગે દીકરી ને સલામત રાખતું ગુજરાત , નેતાઓના બાર વગાડતું ગુજરાત,
ગાંધી, વલ્લભ પછી થાકી ગયેલું ગુજરાત , મોરારજી પછી ખાલી લાગુતું ગુજરાત,
રમતોમાં આગળ ગુજરાત , રમવામાં પાછળ ગુજરાત,
પ્રગતિના પહોળા રસ્તા વાળું ગુજરાત, કળાની સાંકડી કેડી વાળું ગુજરાત…

 

Ketan Raval
Working for Lets Nurture , working on few other things for Lets Nurture Org r Moncton Cares.. spending free time in writing, reading, watching sports, love to spend time with good people instead of smart people...