મારા જીવન ની કપરી ક્ષણો

ક્ષણ કે જયારે સિંગ ચના ખાતી વખતે ખોરી સિંગ / ગાંગડો / માટી નું નાનું ઢેફું મો માં આવી જાય
ક્ષણ કે જયારે સંડાસ માં આરામ થી હાજત કરતી વખતે ખબર પડે પાણી નથી આવતું
ક્ષણ કે જયારે ટોઇલેટ જવું હોય ને છાપુ હજુ આવયુ ના હોય
ક્ષણ કે જયારે સમી વ્યક્તિ બોલતી જતી હોય અને આપણે એક પણ વસ્તુ ધ્યાન માં ના લેતા હોઈએ
ક્ષણ કે જયારે મમ્મી પત્ની નો વાંક કાઢતી હોય અને અપડે હસી પણ ના શકીએ ને રડી પણ ના શકીએ
ક્ષણ કે જયારે ચડ્ડી પેહરી ના હોય અંદ પાટલૂન ભીનું થઇ જાય
ક્ષણ કે જયારે નાક નો એક વાળ દિમાગ ની નસ ખેચતો હોય..
ક્ષણ કે જયારે ખબર હોય કે પેટ્રોલ પતવાનું છે તો પણ ચલાવીયા રાખીએ અને અધવચ્ચે પેટ્રોલ ખતમ થઇ જાય
ક્ષણ કે જયારે ડોમૈન એકક્સ્પાઈર થઇ જાય અને ખબર મોડી પડે
ક્ષણ કે જયારે બૈરા ને ખબર પડી જાય કે અપડે બહાર થી ખાઈને આવિયા છીએ 🙂

Ketan Raval
Working for Lets Nurture , working on few other things for Lets Nurture Org .. spending free time in blogging, writing, reading, music, watching sports, love to spend time with good people instead of smart people...