ચોકોલેટ કે પેંડા … કેક કે કેળા ..

ઘણીવાર આ વિચાર આવ્યો છે .. મનોમંથન પણ ઘણી વાર કરેલું છે .. હજુ નક્કી નથી કરી શક્યો .. આપડી  સંસ્કૃતી કઈ છે …. મારા જેવા વિચારો ધરાવનાર વ્યક્તિને ઓર્થોડોક્સ ….. પૂર્વજો જેવા વિચાર ધર્વનાર વ્યક્તિ ગણવામાં આવે છે . મોટા ભાગે મને એનો કોઈ ફર્ક નથી પડતો 🙂 .. મારા અમુક સવાલ છે જો કોઈ ગુજરાતી કે ભારતીય મારા સવાલો ના જવાબ આપે તો મને આનંદ થશે

  • મિત્રતા ફાઈવ સ્ટાર ચોક્લેટ કે ડેરી મિલ્ક થી જ થાય? ના ? તો કેમ આપડે એને પ્રતિક તરીકે ગણી લીધું છે?
  • દિવાળી / રક્ષાબંધન  ચોકલેટ ના સેલિબ્રેશન થી  મનાવવા જોઈએ કે પેંડા અને ગુલાબજાંબુ થી?
  • જન્મદિવસ ની ઉજવણી કેક થી થવી જોઈએ કે કેળા કે આપડા કોઈ સારા વ્યંજન થી?

દરેક વ્યક્તિ એ એજ કરવું જોઈએ જેના અનુસરણ થી એ ખુશ રહેતો હોય સમાજ માં બંધન ના હોવા જોઈએ પણ અમુક બાબતો માં સ્વીકૃતિ હોવી જરૂરી છે …. જે સંસ્કૃતિ ખરખર જોખમ માં હોય .. એ સંસ્કૃતિ ના યુવાનો એ જવાબદારી લેવી જોઈએ..

બ્રાહ્મણ હોવા છતાં હું ક્યારેય માંસાહાર નો વિરોધ નથી કરતો .. હું મદિરાપાન નો વિરોધ નથી કરતો .. આ બહુ નાના દુષણો ( કે જીવન ના અભિગમ) છે પણ સંસ્કૃતિ ના અમુક વિચારો નો જે માત્ર અને માત્ર “મોભા” જાળવવા માટે જ સમાધાન કરીને આપડે  અસ્તિત્વ ને જોખમ માં મૂકી રહ્યા છીએ ..

હિંદુ તેહવાર કે ભારતીય તેહ્વારો ની ઉજવણી માં આવી રહેલા જડમૂળ  બદલાવ ને ખરેખર હું ભારતીય  સંસ્કૃતિ ના ભયાનક જોખમ તરીકે જોઈ રહ્યો છે .. ( હું ખોટો પણ હોઉ )

Ketan Raval
Working for Lets Nurture , working on few other things for Lets Nurture Org r Moncton Cares.. spending free time in writing, reading, watching sports, love to spend time with good people instead of smart people...